ભાણવડ: ભાણવડ પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પરિણામે જામ રોજીવાડા ગામમાં થયેલી ₹11.14 લાખની ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 100 ટકા મુદ્દામાલ રિકવર કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક મોટરસાયકલ અને ત્રણ મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. કુલ મળીને ₹11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ પરિવાર દ્વારકા દર્શન માટે બહારગામ ગયો હતો, જે દરમિયાન તસ્કરોએ રહેણાંક મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી 15 તોલા સોનાના દાગીના, આશરે 150 ગ્રામ ચાંદીના દાગીના અને ₹17 હજાર રોકડ મળી કુલ ₹11.14 લાખની ચોરી કરી હતી. ફરિયાદ નોંધાતાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયાએ તપાસ હાથ ધરી હતી.
દ્વારકા દર્શન માટે પરિવાર ગયો અને પાછળથી થઈ ₹11.14 લાખની ચોરી: ભાણવડ પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી 100% મુદ્દામાલ કર્યો રિકવર

મિલન સોલંકી, ભાવેશ ઉર્ફે કાનાભાઈ સોલંકી અને રવી સોલંકી ઝડપાયા: આરોપીઓ પાસેથી ₹10.80 લાખના 15 તોલા સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદી, ₹17 હજાર રોકડા, બાઈક અને 3 મોબાઇલ સહિત કુલ ₹11.59 લાખનો મુદ્દામાલ કબજે
સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે મિલનભાઈ કરશનભાઈ સોલંકી, ભાવેશભાઈ કરશનભાઈ ઉર્ફે કાનાભાઈ સોલંકી અને રવીભાઈ ડાયાભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉથી આયોજન કરી ઘરના સભ્યો બહારગામ જાય તેની માહિતી મેળવી પોતાના સાગરીતો મારફતે ચોરીને અંજામ આપતા હતા.
આ સમગ્ર સફળ કામગીરીમાં ભાણવડ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડના ASI દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, HC નારણભાઈ પબાભાઈ બેલા, HC જીતુભાઈ સામરાભાઈ જામ, HC કિશોરસિંહ ચંદુભા જાડેજા, PC યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, PC લાલાભાઈ ફોગાભાઈ ખાટલીયા સહિત ASI દુદાભાઈ જગમલભાઈ સુવા, HC મયુરસિંહ નટુભા જાડેજા, ASI મહેન્દ્રસિંહ અજુભા રાણા, HC મહીદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, ASI જયદેવસિંહ ભીખુભા જાડેજા અને ASI પુંજાભાઈ નાથાભાઈ વારોતરીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાણવડ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે.