ગુજરાતમાં વરસાદી માહોલ: 24 કલાકમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અરબી સમુદ્ર પૂર્વ મઘ્ય – પશ્ચિમ મધ્ માં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આજે 33 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની ખાસ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 અને 17 ઓક્ટોબરે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ સર્જાશે. 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડવાનું શરૂ થશે.

આ પણ વાંચો :  અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો

તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • Haresh Dodvadiya

    Related Posts

    અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

    કોરોના બાદ ઓનલાઇન સ્કૂલ થઇ જતા બાળકોમાં ફોન-આઇપેડ વાપરવાનું ચલણ વધ્યું હતું. ત્યારે હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના માનસ પર પડતી…

    ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

    દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાને પ્રવાસનના ક્ષેત્રે નવો આકર્ષણ મળ્યું છે – બરડા જંગલ સફારી! 🐆🌳 રાજ્યના વન અને પ્રવાસન રાજયમંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી ધનતેરસથી શરૂ થયેલી આ સફારીનો 700થી વધુ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

    અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

    ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

    ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

    અમદાવાદ: બોપલ MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો

    અમદાવાદ: બોપલ MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો

    ખંભાળિયાથી પકડાયા વિદેશી દારૂ સાથે ચાર શખ્સ, મોટા મકાન સોદાનો ભેદ ખુલ્યો

    ખંભાળિયાથી પકડાયા વિદેશી દારૂ સાથે ચાર શખ્સ, મોટા મકાન સોદાનો ભેદ ખુલ્યો