81
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં વસવાટ કરતાં 23 વર્ષીય ઈશ્વર જોધાભાઈ વરમલને વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. પોલીસે ઈશ્વરને કુલ 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો, જેના માર્કેટ મૂલ્ય અંદાજે રૂ. 15,600 જેટલું થાય છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આરોપી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવા ઈચ્છતો હતો. જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા બુટલેગિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.