જામનગર જિલ્લાના કનસુમરા ગામની સાઢીયાપુલ નજીક આવેલી ‘આર્ય એસ્ટેટ’માં આવેલ ‘ખોડલ કોલ ટ્રેડર્સ’ નામના ગોડાઉનમાં જામનગર એલસીબી પોલીસે નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે અને બે આરોપી ફરાર છે.
જામનગરમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપી પકડાયા, બે ફરાર

જામનગરમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપી પકડાયા, બે ફરાર
એલસીબી PI વી.એમ. લગારીયા અને PSI સી.એમ. કાંટેલીયાની ટીમે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડી, દારૂ બનાવવાના સાધનો અને નકલી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પકડાયેલા ત્રણ આરોપીઓમાં અરૂણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની (નેપાળ, ઉ.વ. 43), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉ.વ. 34), અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. 25)નો સમાવેશ થાય છે. જ્યારે કિશનસિંહ શેખાવત (જયપુર) અને ગજેન્દ્રસિંહ જાડેજા (જામનગર) હાલ ફરાર છે.
જામનગરના કનસુમરાના સાઢીયાપુલ પાસે ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

જામનગરના કનસુમરાના સાઢીયાપુલ પાસે ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
આરોપીઓ અલગ-અલગ બ્રાન્ડના નકલી દારૂ તૈયાર કરતા હતા જેમાં ઓલ્ડ મંક રમ, મેકડૉવેલ્સ બ્લૂ જીન, મેકડૉવેલ્સ નં-1, કોન્ટેસા, વોડકા, રોયલ સ્ટેગ અને ઓફિસર ચોઇસ જેવા જાણીતા બ્રાન્ડનો સમાવેશ થાય છે. તેઓ આલ્કોહોલ સ્પીરીટ, કેમિકલ અને ફ્લેવર મિક્સ કરીને નકલી દારૂ તૈયાર કરતા હતા અને બનાવટી લેબલ્સથી તેને ઓરિજિનલ બતાવતા હતા.


પોલીસે સ્થળ પરથી સ્પીરીટ, રંગ-ફ્લેવર મિશ્રણ, નકલી દારૂની બોટલો, સ્ટીકર્સ, મોબાઇલ ફોન અને એક ફોર વ્હીલ કાર મળી કુલ રૂ. 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની ધરપકડ માટે ચુસ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે.
