View this post on Instagram
આડાસંબંધના વહેમમાં મૃત્યુ: જામનગરમાં કારખાનેદારની છરીથી હત્યા, સગીર આરોપીની અટક
જામનગરમાં નવરાત્રીના નવમા નોરતે શંકર ટેકરીમાં એક કારખાનેદારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલા સાથે આડાસંબંધનો વહેમ રાખી, સગીર આરોપીએ પ્રૌઢની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી.
પોલીસએ ઘટનાની ગંભીરતા સમજતા ગુનો નોંધી સગીર આરોપીની અટક કરી છે. મૃતક મંદિર દર્શનથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની.