જામનગર શહેરમાંથી એક ચોંકાવનારો અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પોતાની જાતને આમ આદમી પાર્ટીનો કાર્યકર ગણાવતા અક્રમ સલીમ ખીરો નામના શખ્સ સામે એક પરણિત મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો અને તેણીની 7 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલાં કરવાનો ગંભીર આરોપ નોંધાયો છે.
આ મામલે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલાની ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સંબંધોની આડમાં શોષણ
મહિલાની ફરિયાદ અનુસાર, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેની ઓળખ અક્રમ ખીરા સાથે થઈ હતી, જે પોતાને આમ આદમી પાર્ટીનો કાર્યકર તરીકે ઓળખાવતો હતો. શરુઆતમાં આરોપીએ એવુ કહ્યું કે તેના લગ્ન થયા નથી અને તે તેને અપનાવશે. આ રીતે ત્રણ વર્ષ સુધી તેણી સાથે પ્રેમસબંધ બનાવી અનેકવાર શારીરિક શોષણ કર્યું.
ફરિયાદમાં વધુ ખુલાસો કરતાં મહિલાએ જણાવ્યું કે, અક્રમ વારંવાર તેણીના ઘરે જતો અને તાંત્રિક વિધિના બહાને તંત્ર સાધનાઓ પણ રાખી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અક્રમે મહિલાની 7 વર્ષની દીકરી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ છે, જેના પગલે મામલો વધુ ગંભીર બન્યો છે.
પતિ સાથે છૂટાછેડા કરાવ્યા
આક્રમે મહિલાને તેના પતિથી અલગ થવા દબાણ કર્યું અને આકર્ષક વાતોથી સમજાવી છૂટાછેડા કરાવ્યા. બાદમાં પણ સંબંધોનો દુરુપયોગ કરતો રહ્યો.
પોલીસની કાર્યવાહી
ફરિયાદ મળતાં જામનગર પોલીસ તાત્કાલિક every mode માં આવી છે. મહિલાની મેડિકલ તપાસ, આરોપીની શોધખોળ અને બાળક સાથે થયેલા વર્તનને લઇ ને પોક્સો એક્ટ હેઠળ ખાસ તપાસ શરૂ થઈ છે. આરોપી અત્યારે ફરાર હોવાની શક્યતા છે અને તેની ધરપકડ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાજકીય પડઘો
આ કેસ રાજકીય દૃષ્ટિએ પણ ચકચાર જગાવી રહ્યો છે કારણ કે આરોપી પોતાને એક રાજકીય પક્ષનો કાર્યકર તરીકે રજૂ કરતો હતો. સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ તપાસ હેઠળ વધુ ખુલાસા થવાની શક્યતા છે, અને સમાજમાં આવા ગુનાઓ માટે કડક પગલાંની માગ પણ ઉઠી રહી છે.