દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર ગામે એક ગંભીર દુર્ઘટનામાં બે બાળક ટ્રેક્ટર સાથે કૂવામાં પડી ગયા, જેમાંથી એક બાળકનું દુઃખદ મોત નીપજ્યું છે અને બીજા બાળકને ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગામના એક ખેતરમાં ટ્રેક્ટર પાસે રમતા રમતા બે બાળકો એ અકસ્માતે ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું. વાહન આગળ વધતાં ટ્રેક્ટર કૂવામાં ખાબકી ગયું. આ ઘટનામાં 13 વર્ષના ઈબ્રાહીમમામદ જુસબ હિંગોરાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે બીજા બાળકને ઇજાઓ થતાં તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે.

ભાણવડના ઢેબર ગામે બે બાળકોએ રમતાં-રમતાં ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર કૂવામાં ખાબકતા એકનું મોત અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મૃતક બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી છવી છે. બાળકના આકસ્મિક મૃત્યુએ પરિવારજનો અને ગામજનોને આઘાત પહોંચ્યો છે.