દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના એ-બીટ વિસ્તારમાં દેશીદારૂના જથ્થા સાથેની મોટાપાયેની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો છે. તા. ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે અંદાજે ૭ વાગ્યાના સમયે થાણાથી દક્ષિણમાં આશરે ૧૩ કિ.મી. દૂર કપુરડી નેશથી મોડપર ગામ વચ્ચે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.
ભાણવડ નજીક સ્કોર્પિયો ગાડીમાં ૬૦૦ લીટર દેશીદારૂ સાથેના બે આરોપી ફરાર, ₹૩.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી મુજબ, ફરાર આરોપી વિક્રમભાઈ નારણભાઈ નંદાણીયા (રહે. મોડપર, ભાણવડ) અને ભરતભાઈ જેશાભાઈ રાડા (રહે. સાજણાવારા નેશ, રાણાવાવ) મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી (રજી. નં. જીજે-૧૦-એપી-૫૩૫૫) માં કુલ ૬૦૦ લીટર દેશીદારૂ કીંમત રૂ. ૧,૨૦,૦૦૦/- સાથે પરિવહન કરી રહ્યા હતા. ઉપરાંત, સ્કોર્પિયો ગાડીની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- ગણાતાં કુલ રૂ. ૩,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે રેઇડ દરમિયાન બંને આરોપીઓએ પોલીસને જોઈ તુરંત વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(ઇ), ૯૮(૨) અને ૮૧ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.