મીઠાપુર તાલુકાના સુરજકરાડી વિસ્તારમાં દંગડા પથ્થર ચોરી થયાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા માસૂરભાઈ વિરમભાઈ હાથીયા નામના 31 વર્ષના યુવાને મીઠાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે રાધેનગર ખાતે પોતાના ચણતર કામ માટે મિયાણી ગામેથી દંગડા પથ્થર મંગાવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 21,000 જેટલી થાય છે. તેઓએ પથ્થરો સાઈટ પર મુકેલા હતા, પરંતુ કોઈ અજાણ્યા શખ્સોએ તે પથ્થરો ચોરી કરી લીધા છે.
હજુ સુધી શખ્સો કોન છે અને દંગડા પથ્થરો ક્યાં ગયા તેની જાણકારી મળી નથી. હાલ મીઠાપુર પોલીસ મથકે આ બનાવ અંગે ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.