દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાની દિશામાં વળેલા હેન્ડ સેનિટાઈઝર વેચાણનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડની શરૂઆત દ્વારકા તાલુકાના ટુપણી ગામના ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં મળેલા શંકાસ્પદ સેનિટાઈઝરથી થઈ હતી. સ્ટોરના માલિક સવદાસ કરસન પોપાણીયા (ઉ.વ. 37) પાસેથી “ગ્રીન એપલ” અને “ઓરેન્જ હેન્ડ રબ” નામની કુલ 74 બોટલ, કિંમત રૂ. 11,100 જેટલી, જપ્ત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં નશીલા સેનિટાઈઝર કૌભાંડનો પર્દાફાશ!

દેવભૂમિ દ્વારકામાં નશાયુક્ત હેન્ડ સેનિટાઈઝરના કૌભાંડ
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલનું મિશ્રણ હતું, જેનો ઉપયોગ લોકો નશા માટે કરતા હતા.
જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકાના પીઆઈ દિપક ભટ્ટ અને એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કેસમાં મુંબઈ, પોરબંદર અને ભાવનગર સહિતના વિસ્તારના કુલ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં નશાયુક્ત હેન્ડ સેનિટાઈઝરના કૌભાંડનો પર્દાફાશ!

દેવભૂમિ દ્વારકામાં નશાયુક્ત હેન્ડ સેનિટાઈઝરના કૌભાંડ
આ કૌભાંડમાં વ્યાપારીઓ, સપ્લાયર્સ અને અન્ય રાજ્યના ઉત્પાદકો પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે. પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
દ્વારકા પોલીસ મથકમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસ જાહેર થતા જિલ્લા ભરમા ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં બીજાં કેટલાં આરોપીઓ અને કડિયા બહાર આવે છે.

