દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના માર્ગના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આ કામનું ખાતમુહૂર્ત રૂ. ૩૬ કરોડના ખર્ચે કર્યું હતું.

Resurfacing work of Trean Patiya-Lalpur road laid at a cost of Rs. 36 crore
આ પ્રસંગે અગ્રણી શ્રી પાલાભાઈ કરમૂર, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, પ્રિયેશભાઈ અનડકટ, અજયભાઈ કારાવદરા અને સ્થાનિક આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ યોજના અંતર્ગત SH-27 (જામનગર-લાલપુર-પોરબંદર રોડ) પર રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ જામનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા લાલપુરથી ત્રણ પાટિયા સુધી ૩૦ કિલોમીટર લાંબા અને ૧૦ મીટર પહોળા રસ્તાનું રી-કાર્પેટિંગ કાર્ય હાથ ધરવામાં આવશે.

ત્રણ પાટિયા-લાલપુર માર્ગના રી-સર્ફેસિંગ કાર્યનું રૂ.૩૬ કરોડથી ખાતમુહૂર્ત
આ ધોરી માર્ગ ઉત્તર ગુજરાતના મુખ્ય માર્ગોમાંથી એક છે, જે લાલપુર, ધરમપુર, મોટી ગોપ, ભાણવડ, જામજોધપુર અને રબારીકા જેવા ગામો સાથે સાથે જામનગર શહેરને પણ જોડે છે. અહીંથી જી.જી. હોસ્પિટલ, એ.પી.એમ.સી. માર્કેટ, ઉદ્યોગકારખાના તથા અન્ય સુવિધાઓ સુધી નાગરિકો અને વાહનચાલકો સરળતાથી પહોંચી શકે તે માટે આ માર્ગ ખૂબ જ મહત્વનો છે.
આ રી-સર્ફેસિંગ કાર્ય પૂર્ણ થવાથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે, પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તથા સઘન કનેક્ટિવિટી મળી રહેશે.