દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ મકનપુર ગામે આવળ માતાના મંદિર પાસે આવેલા કબ્જાની ખંડેર ઓરડીમાં પોલીસે મધરાતે રેઇડ હાથ ધરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, તા. 09/08/2025ના રોજ સવારે લગભગ 01:15 કલાકે પોલીસને સુચના મળી કે આરોપણ બુધીબેન દોલુભા માણેક, જે મકનપુર ગામના મૂળ વતની અને હાલ મીઠાપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રહે છે, પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો વેપાર કરી રહી છે.
મકનપુર ગામે દેશી દારૂના જથ્થા સાથે મહિલા આરોપી વિરુદ્ધ ગુન્હો, પોલીસની રેઇડમાં ₹41,750 નો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરતા દેશી દારૂ લીટર 100 (કી.રૂ. 20,000), દારૂ બનાવવાનો બળેલો આથો લીટર 90 (કી.રૂ. 2,250), કાચો આથો લીટર 500 (કી.રૂ. 12,500), દારૂ બનાવવા વપરાતી ત્રણ તાંબાની નળીઓ (કી.રૂ. 1,500), ત્રણ ટીનની ટોપડીઓ, ત્રણ ગેસના ચુલા (કી.રૂ. 3,000) અને એક લાલ રંગનો ગેસ બાટલો (કી.રૂ. 2,500) મળી કુલ ₹41,750 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રેઇડ દરમિયાન આરોપણ સ્થળ પરથી ફરાર થઇ જતાં પોલીસએ તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ)(બી)(સી)(ડી)(એફ) હેઠળ ગુન્હો નોંધ્યો છે. હાલ પોલીસ ટીમ આરોપણની શોધખોળમાં લાગી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.