દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પો.સ્ટે. વિસ્તારમાં ગોવિંદ તળાવ પાસે ભગવતી હોલની પાછળ આવેલ રહેણાક મકાનમાં જુગારના અખાડા અંગે ચોક્કસ માહિતીના આધારે ખંભાળિયા પોલીસ દ્વારા રેઇડ હાથ ધરવામાં આવી હતી. રેઇડ દરમિયાન કુલ ૯ આરોપીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ ₹17,540 ની રોકડ રકમ તથા ગંજીપતાના ૫૨ પાનાનું દાવપેચ સાધન જપ્ત કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાના ગોવીંદ તળાવ નજીક ચાલતા જુગારના અખાડા પર પોલીસની રેઇડ, મહિલા સહિત 9 આરોપીઓ ઝડપાયા
સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, સામતભાઈ ગઢવી સહિતની ટીમે પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત હકિકત આધારે રેઇડ હાથ ધરી હતી. રેઇડ દરમ્યાન જગ્યા માલિક સુરેશ ઉર્ફે દિનેશ રણમલભાઈ મકવાણા સહિત ૯ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડી પાડવામાં આવેલા આરોપીઓ:
-
સુરેશ ઉર્ફે દિનેશભાઈ રણમલભાઈ મકવાણા (ઉ.વ. ૪૭)
-
રમેશભાઈ કાયાભાઈ ડગરા (ઉ.વ. ૩૨)
-
પ્રવિણભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ. ૩૫)
-
વિજયભાઈ રાજુભાઈ ધવલ (ઉ.વ. ૩૩)
-
બુદ્ધાભાઈ પબાભાઈ મકવાણા (ઉ.વ. ૫૯)
-
ગીરધરભાઈ રાણાભાઈ રોશિયા (ઉ.વ. ૪૫)
-
શીતલબેન રાજુભાઈ ધવલ (ઉ.વ. ૨૫)
-
હીરીબેન સુરેશભાઈ મકવાણા (ઉ.વ. ૪૧)
-
હંસાબેન વીરજીભાઈ બથવાર (ઉ.વ. ૪૨)
પોલીસની રેડ કાર્યમાં સક્રિય રહેલા અધિકારી-કર્મચારીઓ:
-
પી.આઇ. શ્રી બી.જે. સરવૈયા
-
પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ
-
એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા
-
પો.હેડ.કોન્સ. ભરતભાઈ જમોડ
-
પો.હેડ.કોન્સ. સામતભાઈ ગઢવી
-
પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા
-
પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા
-
પો.હેડ.કોન્સ. હમીરભાઈ ચાવડા
-
પો.કોન્સ. યોગરાજસિંહ ઝાલા
-
પો.કોન્સ. અરજણભાઈ આંબલિયા
-
મહિલા પો.કોન્સ. કિંજલબેન ચોપડા
ખંભાળિયા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાનું પાલન કરવા માટે પોલીસનું આવા અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ પગલાં લેવા સૂચિત છે.