દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂની હેરફેર અટકાવવા પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મીઠાપુર તાબેના ભીમરાણા ગામે પોલીસે ગુપ્ત માહિતીના આધારે દારૂની હેરફેર મામલે કાર્યવાહી કરી હતી.
ભીમરાણા ગામે પોલીસે ₹3.15 લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે સ્થળ પર પહોંચીને સંજયસિંહ કિરીટસિંહ વાઢેર નામના શખ્સને તેની આઇ-20 કારમાંથી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તપાસ દરમ્યાન કારમાંથી ₹11,000ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ તથા ₹4,400ની કિંમતના બિયરના 20 ટીન મળી આવ્યા હતા. સાથે જ, ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કારની કિંમત અંદાજે ₹3 લાખ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ રીતે પોલીસએ કુલ ₹3,15,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.