ધંધુકા પોલીસ દ્વારા દમણથી દ્વારકા લઈ જવાતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે મિનરલ વોટરની બોટલોના ઢગલાની આડમાં છુપાવેલી દારૂની મોટી ખેપ ઝડપતાં ખળભળાટ મચી ગયો છે.
🚨 ધંધુકામાં વિદેશી દારૂનો મોટો ખુલાસો!

દમણથી દ્વારકા લઈ જવાતી દારૂ-બિયરની 12 હજારથી વધુ બોટલ સાથે 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડીને એક ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ટ્રકમાંથી કુલ 12,144 વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જે દમણથી દ્વારકા તરફ લઈ જવામાં આવી રહી હતી. આરોપીઓએ દારૂના જથ્થાને એક્વાફીના મિનરલ વોટરની બોટલોના જથ્થા નીચે સાવ ચતુરાઈપૂર્વક છુપાવ્યો હતો.
આ કેસમાં ધંધુકા પોલીસે અમરા રબારી નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર દ્વારકાના રાણપર ગામનો નાગાભાઈ કોડિયાતર અને દમણનો એક અજાણ્યો શખ્સ હાલ ફરાર છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
મિનરલ વોટરની આડમાં દારુની હેરાફેરી: દમણથી દ્વારકા લઇ જવાતી દારુ-બિયરની 12 હજાર બોટલ સહતિ 46 લાખનો મુદ્દામાલ જપ્ત

દમણથી દ્વારકા લઇ જવાતી દારુ-બિયરની 12 હજાર બોટલ સહતિ 46 લાખનો મુદ્દામાલ જપ્ત
કુલ મળેલા મુદ્દામાલનું મૂલ્ય રૂ. 46.12 લાખ હોવાનું જણાયું છે, જેમાં:
-
રૂ. 39.39 લાખની વિદેશી દારૂ અને બિયરની બોટલો
-
રૂ. 1.57 લાખની મિનરલ વોટરની બોટલો
-
તથા ટ્રક સહિતનો અન્ય મુદ્દામાલ સામેલ છે.
પોલીસ દ્વારા વધુ તપાસ અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધંધુકા પોલીસે મજબૂત કાર્યવાહી હાથ ધરતા હવે દારૂના જથ્થાની હેરાફેરી કરતા બૂટલેગરો માટે મુશ્કેલી ઊભી થઇ છે.