દેવભૂમિ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા તથા એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલીમ ઇશાકભાઇ મોખા (ભડેલા), રહે. નરસંગ ટેકરી, દ્વારકા ખાતે તેના રહેણાંક મકાનની બહાર જુગાર ચલાવતો હોવાના આધારે રેડ કરવામાં આવી હતી.
દ્વારકામાં રહેણાંક મકાનની બહાર ચાલતો હતો જુગાર, પકડી પડાયા 6 આરોપી
રેડ દરમિયાન સલીમ મોખા સહિત કુલ ૬ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રૂપિયા ૪૨,૨૦૦, ચાર મોબાઇલ ફોન (અંદાજે કિંમત રૂ ૪૦,૫૦૦) મળી કુલ રૂ. ૮૨,૭૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડી પાડવામાં આવેલા આરોપીઓના નામ અને વિગતો નીચે મુજબ છે:
-
સલીમ ઇશાકભાઇ મોખા (ભડેલા), ઉ.વ. ૩૯, રહે. નરસંગ ટેકરી, દ્વારકા
-
અનવર કાદરભાઇ બેતારા (ભડેલા), ઉ.વ. ૩૫, રહે. આરંભડા, દ્વારકા
-
આરીફ સુલેમાનભાઇ ભીખલાણી (સિંધી), ઉ.વ. ૨૮, રહે. ઓખા, દ્વારકા
-
શરીફ ઉર્ફે બંગાળી ઇસ્માઇલખાન પઠાણ, ઉ.વ. ૨૬, રહે. નરસંગ ટેકરી, દ્વારકા
-
ઇમરાન ઉમરભાઇ મન્સુરી, ઉ.વ. ૩૨, રહે. ટીવી સ્ટેશન, દ્વારકા
-
ઇમરાન ઉમરભાઇ મન્સુરી
આ તમામ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એલ. બારસિયા દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.