દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબુજાનગર સોસાયટી, યુનિટી એપાર્ટમેન્ટ, પહેલો માળ, બ્લોક નં. ૧૦૩માં રહેતા પરબતભાઇ ઉર્ફે નંદો વિક્રમભાઇ કરંગીયા પોતાના માલિકીના ફ્લેટમાં તીનપત્તી જુગાર રમાડે છે. આરોપી પોતાના આર્થિક લાભ માટે બહારથી માણસો ભેગા કરી લાઇટ, પાણી તથા જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, નાલ ઉઘરાવી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર ચલાવતો હતો.
મુદ્દામાલ કબજો
દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા ₹૧,૧૨,૫૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કિંમત ₹૨૦,૫૦૦/-, ગંજીપત્તાના પાના કિંમત ₹૧૦૦/- અને મો.સા. નંગ-૧ કિંમત ₹૩૦,૦૦૦/- મળી કુલ ₹૧,૫૩,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.
પકડાયેલા આરોપીઓ
-
પરબતભાઇ ઉર્ફે નંદો વિક્રમભાઇ કરંગીયા (ઉ.વ.૩૨, અંબુજાનગર સોસાયટી, દ્વારકા)
-
નારણભાઇ હરદાસભાઇ ચાવડા (ઉ.વ.૪૫, કોરાડા ગામ, તા. દ્વારકા)
-
ખીમાણંદભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.૩૦, કોરાડા ગામ, તા. દ્વારકા)
-
દાનાભાઇ સામતભાઇ ગોજીયા (ઉ.વ.૪૫, કોરાડા ગામ, તા. દ્વારકા)
-
લખમણભાઇ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.૩૬, ટુપણી ગામ, તા. દ્વારકા)
-
હેમતભાઇ કારાભાઇ ચાવડા (ઉ.વ.૪૫, ટુપણી ગામ, તા. દ્વારકા)
કાર્યવાહી
પો.સબ.ઇન્સ. વી.એન. શીંગરખીયાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબરી હેઠળ PSI શ્રી બી.એમ. દેવમુરારી, PSI શ્રી વી.એન. શીંગરખીયા, PSI શ્રી એસ.એસ. ચૌહાણ, PSI શ્રી એસ.વી. કાંબલીયા, ASI અરજણભાઇ મારૂ, અશ્વિનભાઇ વડારીયા, HC પીઠાભાઇ ગોજીયા, ગોવિંદભાઇ કરમુર, ટેકનીકલ સેલના HC મુકેશભાઇ કેશરીયા, PC પ્રકાશભાઇ ચાવડા તથા ડ્રાઇવર HC હસમુખભાઇ કટારા દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ હતી. 🚔