ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક વધુ જુગારરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોરગેટ વિસ્તારમાં જાહેરમાં મોબાઈલ મારફતે ઓનલાઈન જુગાર રમતો એક શખ્સ રંગે હાથ ઝડપાયો છે.
ખંભાળિયા: નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોરગેટ વિસ્તારમાંથી ઓનલાઈન જુગાર રમતો યુવક ઝડપાયો, રૂ 50,000નું બેલેન્સ ઝડપી
પોલીસે પ્રાપ્ત માહિતી અનુસાર, રૂચિન ચંદ્રકાંત પાબારી (ઉંમર 30) નામના યુવાનને જાહેરમાં બેસીને મોબાઈલ ફોનમાં ક્રિકેટ અને કેસિનો જેવી ઓનલાઈન જુગાર ગેમ્સ રમતો પકડ્યો હતો. તપાસ દરમિયાન તેનો મોબાઈલ તપાસતાં અંદાજે રૂ 50,000 જેટલું જુગાર માટેનું બેલેન્સ મળી આવ્યું હતું.
પોલીસે રૂચિન પાબારીનો મોબાઈલ ફોન, જેની કિંમત અંદાજે રૂ 20,000 છે, તે પણ જપ્ત કર્યો છે અને રૂચિનની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પૂછપરછ દરમિયાન રૂચિને કબૂલ્યું કે જુગાર રમવા માટેની આઈડી તેણે ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા આનંદ ડાડુ જામ પાસેથી મેળવી હતી. હાલ પોલીસ દ્વારા આનંદ જામને ફરાર જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
જાહેરમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો: ખંભાળિયામાં પોર ગેઈટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસની કાર્યવાહી
આ સફળ કાર્યવાહી PI શ્રી બી.જે. સરવૈયાની આગેવાનીમાં PSI આઈ.આઈ. નોયડા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને સામતભાઈ ગઢવીની ટીમ દ્વારા અમલમાં મૂકાઈ હતી.
ખંભાળિયા શહેરમાં ઝડપથી વધતા ઓનલાઈન જુગારના કેસોની સામે પોલીસ સતત જાગૃત છે અને આવનારા દિવસોમાં પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી શકયતા છે.