દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઇલ પર ચાલતા ઓનલાઈન જુગારની ગેમિંગ એપ્લિકેશનોનો સોશિયલ મીડિયા મારફતે પ્રમોશન કરતી એક મોટી કારગુઝારી સામે આવી છે. ખંભાળિયા પોલીસે રાજાગેમ્સ.કોમ (RAJAGAMES.COM), રમીમાર્ઝ.કોમ (RUMMYMARZ.COM), 12DAYS.com જેવી અનધિકૃત ગેમિંગ એપ્સના પ્રમોશન કરનાર ચાર ઇન્ફ્લુએન્સરોની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઈન જુગારનો પ્રમોશન કરતી ચાર ઈન્ફ્લુએન્સરની ધરપકડ
પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં:
-
જામ દેવળીયા ગામના ભરત અરજણભાઈ લગારિયા
-
પટેલકા ગામના કેસુર લખુભાઈ ભાટીયા
-
ગાગા ગામના સુમત મરશીભાઈ ચાવડા
-
ભાણવડ તાલુકાના ઘુમલી ગામના દીપક લખમણભાઈ સાંથલપરાનો સમાવેશ થાય છે.

જામ દેવળીયા ગામના ભરત અરજણભાઈ લગારિયા

પટેલકા ગામના કેસુર લખુભાઈ ભાટીયા

ભાણવડ તાલુકાના ઘુમલી ગામના દીપક લખમણભાઈ સાંથલપરા

ગાગા ગામના સુમત મરશીભાઈ ચાવડા
આ ઇન્ફ્લુએન્સર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને ટેલિગ્રામ પર ભ્રમજનક જાહેરાતો કરીને યુવાનોને ઓનલાઈન જુગાર તરફ આકર્ષવાના પ્રયાસ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આવા સોશિયલ મીડિયા પ્રમોટરોની અસરથી અનેક યુવાનો તાજેતરમાં જુગાર તરફ ખેચાઈ રહ્યા છે, જે ગંભીર સામાજિક દુષણ છે.
પોલીસની કાર્યવાહી અને અપીલ:
આ મુદ્દે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એક ખાસ ટેકનિકલ અને ફિલ્ડ સર્વેલન્સ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી ઓનલાઈન ગેમિંગના પ્રમોશન માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન વગેરે મળીને કુલ રૂ. 2,10,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે જાહેરમાં અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઇન્ફ્લુએન્સર્સ દ્વારા આપવામાં આવતી ઓનલાઈન ગેમિંગ જાહેરાતો પર ભરોસો ન રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે.
આ પ્રકરણ વધુમાં વધુ યુવાનોને ઓનલાઈન જુગારથી બચાવવા અને સોશિયલ મીડિયા પરથી થતા દૂષિત પ્રભાવને અટકાવવા એક ચેતવણીરૂપ બની રહ્યું છે.