દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં ડોક્ડરી ડીગ્રી વિના દવાખાનું ચલાવતો એક બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગૌતમ ચંદ્રકાન્ત રોય (મૂળ નિવાસી – નોદિયા જિલ્લા) પોતાની પાસે માન્ય મેડિકલ ડીગ્રી ન હોવા છતાં ડોક્ટર હોવાનો દેખાવ કરીને દવાખાનું ચલાવી રહ્યો હતો.
ખંભાળિયાના ભરાણા ગામે બોગસ તબીબ પકડી પડાયો, ડીગ્રી વિના દવાખાનું ચલાવતો હતો
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપી પાસે દવાની ટિકડીઓ, સિરિન્જ, સ્ટેથોસ્કોપ, બીપી મોપાણું સાધન અને અન્ય મેડિકલ સાધનો મળી આવ્યા છે. આ ઉપરાંત રોકડ રકમ સહિત કુલ રૂ. 24,223નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગૌતમ રોય ડોક્ટર તરીકે ગુણવત્તાવાળું તબીબી જ્ઞાન ન ધરાવતા હોવા છતાં દર્દીઓની સારવાર કરતાં માનવજીવન અને શારીરિક સલામતીને જોખમમાં મુકી રહ્યો હતો. તેના વિરુદ્ધ BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં અગ્રણિય તપાસ ASI વી.વી. માયાણી દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે કે આ પ્રકારની ખોટી તબીબી પ્રવૃત્તિમાં કોઇ અન્ય શખ્સો તો સામેલ નથી ને?
આ ઘટના આરોગ્ય વ્યવસ્થાની સુરક્ષાને લઈ ચિંતાજનક ઈશારો આપે છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા બોગસ તબીબો સામે વધુ ચુસ્ત કાર્યવાહી કરવાનું મહત્વ ફરીથી ઉજાગર થાય છે.