ભાવનગર: મુસાફરોની વધતી માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રે ભાવનગર-ઓખા એક્સપ્રેસ (ટ્રેન નં. 19209)ના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ નવો સમયપત્રક 30 મે, 2025થી અમલમાં આવશે અને આગામી સૂચના સુધી જાળવી રાખવામાં આવશે.
ફેરફાર અનુસાર, ભાવનગર ટર્મિનસથી હવે રાત્રે 10:10 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે અને બીજે દિવસે સવારે 11:00 વાગ્યે ઓખા પહોંચશે. આ બદલાવનો લાભ રૂપે મુસાફરોને ટ્રેન વર્તમાન સમય કરતાં બે કલાક વહેલી ઓખા પહોંચાડી દેશે.
તમને જણાવી દઈએ કે આ સમયપત્રકનો ફેરફાર માત્ર સુરેન્દ્રનગરથી ઓખા સુધીના સેક્શન માટે લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર સુધીનો સમય યથાવત રહેશે.
નવા સમયપત્રક મુજબ મુખ્ય સ્ટેશનો પર ટ્રેનના સ્ટોપ અને સમય:
- સુરેન્દ્રનગર – રાત્રે 1:35 વાગ્યે પ્રસ્થાન
- રાજકોટ – રાત્રે 3:46 વાગ્યે પહોંચશે અને 3:56 વાગ્યે રવાના થશે
- જામનગર – સવારે 6:02 વાગ્યે આવશે અને 6:07 વાગ્યે આગળ વધશે
- દ્વારકા – સવારે 9:50 વાગ્યે સ્ટોપ અને 9:55 વાગ્યે રવાના
- ઓખા – સવારે 11:00 વાગ્યે અંતિમ ગંતવ્ય પર પહોંચશે
રેલ્વે તંત્રે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ નવો સમયપત્રક ધ્યાનમાં રાખીને મુસાફરી આયોજન કરે. આ ફેરફાર દ્વારા મુસાફરોને વધુ સારી સેવા અને સમય બચાવ મળી રહે તે ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.