દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબલિયારા ગામના વાડી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામના રહીશ અશોકભાઈ મગનભાઈ લીંબડના નિવાસસ્થાને અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી રૂ. 15,000 રોકડ રકમ તેમજ અંદાજે રૂ. 10 લાખના કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી.
આ ઘટનાને પગલે અશોકભાઈએ ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી વિધિવત તપાસ શરૂ કરી છે.
ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકોએ પણ પોલીસને ઝડપથી ગુનેગારને પકડવાની માંગ સાથે વધુ સુરક્ષા વ્યવસ્થા કાયમ રાખવાની અપીલ કરી છે. ભાણવડ પોલીસે આરોપીશોધની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.