ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગર વિસ્તારના ધ્રામણીનેસ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર શનિવારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
હેડ કોન્સ્ટેબલ મિલનભાઈ ભીખુભાઈ અને કોન્સ્ટેબલ લાલાભાઈ ફોગાભાઈને મળેલી ગુપ્ત માહિતીના આધારે બરડા ડુંગરમાં આવેલ ઝર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
ભાણવડના બરડા ડુંગરના ધ્રામણીનેસ વિસ્તારમાં 1800 લિટર આથો અને 35 લિટર દારૂ સાથે પોલીસે 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
પોલીસને સ્થળ પરથી લગભગ 1800 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને 35 લીટર તૈયાર દારૂ મળ્યો હતો. કુલ મળીને અંદાજે રૂ. 52,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન મુખ્ય આરોપી જીવણ ગલ્લા મોરી, જે ધ્રામણીનેસનો રહેવાસી છે, તે ઝાડી-ઝાંખરમાં છુપાઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ તીવ્ર કરી છે અને સ્થાનિક લોકોમાંથી કોઈએ તેને જો્યો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.