ભાણવડ શહેરના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં સોમવાર સાંજે ઘાટક બનાવ સામે આવ્યો હતો. પટેલ સમાજની સામે બાળકો રમતમાં મશગૂલ હતા ત્યારે અચાનક વિસ્તારના રહેવાસી ધીરુ તુલસીદાસ પરમાર Cricket રમતા બાળકો પર ગુસ્સે થઈ ગયા અને અશ્લીલ ગાળીઓ આપતાં પથ્થરોના છૂટા ફેંક્યા હતા.
આ ઘટનામાં બાળકોમાં દહેશત ફેલાઈ હતી અને જેમાં રમી રહેલા જેનીલ ભુપતભાઈ ઘેટીયા નામના બાળકને ઇજા પહોંચી હતી. તેની તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માત્ર એટલું જ નહીં, આરોપી ધીરુભાઈ લાકડી લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા અને ત્યાં ઉભેલી એક સ્કુટી પર લાકડીના ઘા મારતા તેનો ખુબજ નાસ નસ થયો હતો. ઉપરાંત, સમાજ વાડીના ડેલામાં પણ લાકડી મારીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે હવે મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યું છે.
આ મામલે આઝાદનગર વિસ્તારમાં રહેતા પટેલ ભુપતભાઈ છગનભાઈ ઘેટીયા (ઉંમર 54 વર્ષ) એ ભાણવડ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ધીરુ તુલસીદાસ પરમાર સામે તોડફોડ, જીવલેણ હુમલો અને બાળકોને ઇજા પહોંચાડવાના ગુનાઓ હેઠળ જુદી જુદી કલમોમાં ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસ્તારના રહેવાસીઓએ આવા અણશિસ્તભર્યા વર્તન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊભી કરી છે.