દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાન પર અન્ય યુવકે ગંભીર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવે સ્થાનિકોમાં દહેશતનું વાતાવરણ સર્જ્યું છે.
ખંભાળિયા ધરમપુર વિસ્તારમાં યુવાન પર ગંભીર હુમલો, પોલીસમાં ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ, ધરારનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સુરેશભાઈ શિવગર ગોસ્વામી મિલન ચાર રસ્તા નજીક આવેલા ભગાભાઈની હોટલ પર ચા પીવા ગયા હતા. આ દરમિયાન યોગેશ્વર નગરના રહેવાસી રવિરાજસિંહ સરવૈયા પણ ત્યાં આવ્યા હતા.
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ચાની હોટલ પાસે ગંભીર હુમલો – માથું શટરમાં અથડાવી, જાનથી મારી નાખવાની ધમકી
અચાનક રવિરાજસિંહે સુરેશભાઈને ઉશ્કેરતાં પૂછ્યું કે, “તમે તુંકારો કેમ આપ્યો?” જયારે સુરેશભાઈએ તુંકારો ન આપ્યાનું સ્પષ્ટ કર્યું, ત્યારે પણ રવિરાજસિંહ ઉશ્કેરાઈ ગયા અને સુરેશભાઈને ફડાકો મારી દીધો હતો. ત્યાર બાદ માથું દુકાનના શટર સાથે અથડાવી, તેમને ઘાયલ કર્યા હતા. આ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ બનાવ અંગે સુરેશભાઈએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે રવિરાજસિંહ સરવૈયા વિરુદ્ધ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી અંગે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.