દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી આજે તેમના પરિવાર સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે પવિત્ર નગર દ્વારકામાં આવેલા મંદિરે પધાર્યા હતા. અંબાણી પરિવારના આગમન સમયે મંદિરના પ્રવેશદ્વાર પર વૈદિક મંત્રોચ્ચાર અને પુષ્પોથી પૂજારીવૃંદે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મુકેશ અંબાણી અને તેમના પરિવારજનોે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમજ મુંબઈ ઇન્ડિયન્સની સફળતા માટે ખાસ પ્રાર્થના પણ કરી. દર્શન દરમિયાન તેમણે મંદિરની પવિત્રતા અને વ્યવસ્થાની પ્રશંસા કરતાં કહ્યું કે, “આ સ્થાન ખૂબ જ આધ્યાત્મિક અને શાંતિદાયક અનુભવ આપતું છે.”
મંદિરના ટ્રસ્ટીમંડળ દ્વારા અંબાણી પરિવારનું શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને ધાર્મિક સાહિત્યની ભેટ પણ આપવામાં આવી હતી. અંબાણી પરિવારની ભક્તિભાવપૂર્ણ મુલાકાત દરમિયાન મંદિરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ ખાસ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો.
આ મુલાકાતે શ્રી દ્વારકાધીશના દર્શન સાથે વૈભવ અને ભક્તિના સમન્વયનો અનુભવ સમગ્ર દ્વારકા શહેર માટે ગૌરવનો વિષય બન્યો છે.