દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના અવૈધ વ્યવસાય સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. તાજેતરમાં દ્વારકા શહેરના નરસિંગ ટેકરી કરી વિસ્તારમાં રહેતા હુસેન ઉર્ફે રાહિલ ગુલાબભાઈ હીંગળોજા (ઉ.વ. 22) ને પોલીસે વિદેશી દારૂની 12 બોટલ તથા એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે.
દ્વારકામાં દારૂની હેરાફેરી ઝડપી!
આ દરમિયાન પોલીસે કુલ રૂ. 16,744 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછમાં રાહિલ હીંગળોજાએ કબૂલાત આપી હતી કે આ દારૂ તેણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રહેવાસી સાગર ભીમાભાઈ ડુમાડીયા પાસેથી મેળવ્યો હતો.
દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, તેને કોણ કોણ મદદરૂપ હતું અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દૃઢતાથી તપાસ હાથ ધરશે તેમ જણાઈ રહ્યું છે.
જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ દારૂના ગેરકાયદેસર ધંધાને કાબૂમાં લેવા માટે કાર્યવાહી તીવ્ર કરવામાં આવી રહી છે.