દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન અને એલ.સી.બી. પોલીસે સંયુક્ત કામગીરી હેઠળ ચોરીના ગુનામાં સંડોવાયેલા કુલ ૭ આરોપીઓ ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની બંગડી અને રીક્ષા મળી કુલ રૂ. ૧,૯૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા પો.સ્ટેશન અને એલ.સી.બી. ટીમે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપી પાડ્યાં, રૂ.૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે
આ સમગ્ર ઓપરેશન દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક શ્રી એ.એલ. બારસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા દ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીઓના સૂચન મુજબ હાથ ધરાયું હતું. એલ.સી.બી.ના સ્ટાફ તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ તથા માનવ સૂત્રોના આધારે ગુનાની અસરકારક તપાસ કરવામાં આવી હતી.
આરોપીઓની ઓળખ
પકડી પાડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:
-
રાજુભાઇ ભગવાનભાઇ સોલંકી – પાલીતાણા, જી. ભાવનગર
-
વિશાલ મુકેશભાઇ સોલંકી – ઓખા, જી.દ્વારકા
-
રાહુલ રવજીભાઇ સોલંકી – પોરબંદર
-
શ્યામ રામુભાઈ સોલંકી – ઓખા, જી.દ્વારકા
-
મુક્તાબેન ડૉ. શંભુભાઈ નારણભાઈ મીઠાપરા – પાલીતાણા
-
રતનબેન મુકે.સોલંકી – ઓખા
-
જયાબેન વિક.સોલંકી – ઓખા
કબજામાં લેવાયેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી ચોરી ગયેલી કિંમતી સોનાની બંગડી, જેણી કિંમત અંદાજે રૂ. ૪૫,૦૦૦/- થાય છે અને એક રીક્ષા GJ-03-BT-4836, જેની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- જેટલી થાય છે તે મળી કુલ રૂ. ૧,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કામગીરીમાં સામેલ અધિકારીઓ
આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. બલભદ્રસિંહ પ્રવીણસિંહ ગોહીલ, અશ્વિનભાઇ વડારીયા, પો.હેડ કોન્સ. પ્રદીપસિંહ જાડેજા તથા દ્વારકા પો.સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. ભુપતસિંહ વાઢેર અને પો.હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
વધુ તપાસ ચાલુ
દ્વારકા પો.સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ ધોરણસર ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ ચોરીઓ અંગે પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.