દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસ સ્ટેશન હદમાં તા. ૦૮/૦૮/૨૦૨૫ના રોજ સાંજે ૪:૩૦ કલાકે ભીમરાણા ગામે એસ્સાર પંપ સામે આવેલ બી.પી.એલ. ક્વાર્ટરમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમાતા હોવાની બાતમી આધારે પોલીસે તાત્કાલિક રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભીમરાણા ગામે જાહેરમાં તીનપત્તી જુગારખોરીમાં ૬ ઝડપાયા, રૂ. ૪૬,૨૭૦નો મુદામાલ કબજે
પોલીસે સ્થળ પરથી વિજય ફકીરાભાઈ સલેટના ઘરની બહાર ચાલતા જુગાર અખાડામાંથી કુલ ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં (૧) નીતીનભાઈ ફકીરાભાઈ સલેટ (૨૯, કડિયાકામ, ભીમરાણા), (૨) ઘનશ્યામસિંહ મનુભા જાડેજા (૧૯, કડિયાકામ, ખારા વિસ્તાર, ભીમરાણા), (૩) ધર્મેન્દ્રસિંહ જશુભા જાડેજા (૩૩, ડ્રાઇવિંગ, ભીમરાણા), (૪) સુરૂભા રૂખડજી વાઢેર (૨૧, કડિયાકામ, એરટેલ ટાવર પાસે, ભીમરાણા), (૫) વિજય ફકીરાભાઈ સલેટ (૨૩, કડિયાકામ, ભીમરાણા) અને (૬) હાર્દિક મનસુખભાઈ લખલાણી (૪૦, વેપાર, નવાપરા વિસ્તાર, ભીમરાણા)નો સમાવેશ થાય છે.
પોલીસે રેઇડ દરમ્યાન ગંજીપતાના પત્તા, રોકડ રૂ. ૧૨,૨૭૦ અને ૬ મોબાઇલ ફોન મળીને અંદાજે રૂ. ૪૬,૨૭૦નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પત્તાથી તીનપત્તી “રોન પોલીસ” નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી હોવા અંગે પોલીસએ જુગાર અધિનિયમ કલમ-૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ ચાલુ છે.