દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની સુરક્ષા અને શિસ્ત જાળવવાના હેતુસર એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દ્વારકા મિરર ન્યૂઝ દ્વારા રીપોર્ટ કરાયેલા અહેવાલના આધારે દેવભૂમિ દ્વારકા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી 4 યુવાનોને પકડી પાડ્યા છે, જે હાઇવે પર જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ અને બેફામ બાઈક ચલાવતા હતા.
હાઇવે પર જોખમી સ્ટંટ બાજી કરતા ઇસમો ઝડપાયા, મીઠાપુરના આરંભડાના 4 શખ્સો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી
P.S.I. વી.એમ. સોલંકી અને તેમના સ્ટાફે વાયરલ વીડિયોની ગંભીરતાથી તપાસ કરી અને તેમાં દેખાતા ઈસમોને ઓળખી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. યુવાઓને પકડીને તેમને ટ્રાફિક નિયમો અને જાહેર સલામતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દ્વારા દેવભૂમિ દ્વારકા ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરી લોકોના જીવ સાથે ચેડા કરવા દેવાય નહીં અને આવા ગુનાખોરોને કડક કાનૂની પગલાં ભોગવવા પડે.
જિલ્લાની ટ્રાફિક સલામતી માટે આવા પગલાઓ નોંધપાત્ર અને આવકાર્ય ગણાઈ રહ્યા છે.