દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની ટીમે 1 ઓગસ્ટ 2025ના રોજ મોટી સફળતા હાંસલ કરી હતી. નવાનાકા નજીક જાહેર રોડ પર આવેલા ગુજરાત ઓઇલ મિલ નજીક સફેદ ઇકો ફોર વ્હીલર (નંબર GJ-37-J-9225)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 25 બોટલો સહિત કુલ રૂ. 2,15,000 ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ખંભાળીયામાં ઈકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, એક ફરાર
આ કાર્યવાહી મ્હે. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ઇન્ચાર્જ પો.અધિક્ષક વી.પી. માનસેતા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ખંભાળીયા પો.ઇન્સ. બી.જે. સરવૈયા અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા ગુપ્ત માહિતી આધારે પકડાયેલા આરોપીઓમાંથી અજયભાઈ નગાભાઈ ગામણા (ઉ.વ. ૨૩) અને ચેતનભાઈ વિરજીભાઈ બથવાર (ઉ.વ. ૨૩) રહે. ખંભાળીયા જીલ્લા દેવભુમી દ્વારકા નો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજો આરોપી સાગર હાલ ફરાર છે.
મળતી માહિતી અનુસાર આરોપીઓ પાસેથી BOMBAY ROYAL WHISKY (42.8% vv Goa only) જેવી બ્રાન્ડની 25 વિદેશી દારૂની બોટલો (કિં. રૂ. 10,000), બે મોબાઇલ ફોન (કિં. રૂ. 55,000), અને ઇકો કાર (કિં. રૂ. 1,50,000) મળીને કુલ રૂ. 2,15,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ખંભાળીયા નવાનાકા રોડ પરથી વિદેશી દારૂ સાથે ૨ આરોપીઓ ઝડપાયા, એક ફરાર
આ કામગીરીમાં સામેલ અધિકારીઓ અને સ્ટાફમાં પો.ઇન્સ. બી.જે. સરવૈયા, એએસઆઇ હેમતભાઇ નંદાણીયા, તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. સામતભાઇ ગઢવી, ભરતભાઇ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઇ આંબલિયાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહીથી ખંભાળીયા વિસ્તારમાં દારૂબંધી કાયદાનો અમલ વધુ મજબૂત બન્યો છે અને બૂટલેગરોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.