દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાને પ્રવાસનના ક્ષેત્રે નવો આકર્ષણ મળ્યું છે – બરડા જંગલ સફારી! 🐆🌳 રાજ્યના વન અને પ્રવાસન રાજયમંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી ધનતેરસથી શરૂ થયેલી આ સફારીનો 700થી વધુ પ્રવાસીઓએ આનંદ માણ્યો છે.
સરકારના પ્રશસનીય આયોજનમાં વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ સફળ રહ્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ અને દ્વારકાના પ્રવાસીઓ પણ આ સુંદર જંગલ, લીલીછમ વનસ્પતિ, ઝરણા, અને વન્ય પ્રાણીઓની મોજ માણવા આવી રહ્યા છે. બરડા ડુંગરમાં ક્યારેક સિંહ પરિવાર અને દીપડાના દર્શન કરી, મીની ગીરનો અનુભવ મેળવો!
ભાણવડમાં આ જંગલ સફારી સાથે, હવે ધીમે ધીમે એડવાન્સ બુકિંગ પણ ચાલું થયું છે, અને રોજ પ્રવાસીઓ આ કુમળા કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.