બેટ દ્વારકા: બેટ દ્વારકા પોલીસ દ્વારા હનુમાન દાંડી રોડ પર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં બેટ દ્વારકા સ્ટેશન વિસ્તારમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
ધરપકડ થયેલા આરોપીઓમાં રવિભાઈ માલાભાઈ ખાંભલા (રહે. રબારી પાળો, બેટ દ્વારકા), સંજયભાઈ સામજીભાઈ પરમાર (રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં, બેટ દ્વારકા) અને વિવેકભાઈ કિશોરભાઈ ઘાવરીયા (રહે. ગૌશાળા પાસે, દ્વારકા)નો સમાવેશ થાય છે.
પોલીસે દારૂના જથ્થા સાથે કબજે કરેલા મુદ્દામાલમાં 750 મિલી વાળી 11 બોટલો, જેની કુલ કિંમત રૂપિયા 6182 છે, અને 180 મિલી વાળી 31 બોટલો, જેની કિંમત રૂપિયા 4650 છે, મળી આવી છે. આ ઉપરાંત, પોલીસે ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ, જેની કુલ કિંમત રૂપિયા 15000 છે, અને એક્ટિવ મોટરસાયકલ, જેની કિંમત રૂપિયા 30000 છે, પણ કબજે કરી છે.
આ ઓપરેશન દરમિયાન બેટ દ્વારકા પોલીસ ટીમના પો. ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ. પટેલ અને તેમની ટીમના એ.એસ.આઈ. એલ.એલ. ગઢવી, પો. કોન્સ. દેવુભાઈ ગઢવી, પો. કોન્સ. દેવશીભાઈ ગોધમ, પો. કોન્સ. સંજયભાઈ વાઘેલા, પો. કોન્સ. કિનલકુમાર ગોહિલ અને પો. કોન્સ. વિશ્વાસભાઈ ચૌહાણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બેટ દ્વારકા પોલીસે આ કામગીરી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરીને વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.