દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) દ્વારા ગેરકાયદેસર રીતે થતી બોક્સાઈટ ચોરીની પર્દાફાશ કરવામાં આવી છે. EL.C.B.એ રાજ્યની ખાણી અને ખનીજ શાખાના અધ્યક્ષ હેઠળ પીઆઈ કિરણ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ કાર્યવાહી માટે એલ.સી.બી.ના પીએસઆઈ આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ અને સ્ટાફએ મળેલી ચોક્કસ બાતમીના આધારે વીરપર ગામની સીમમાં દરોડા પાડ્યા હતા.
તપાસમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે બોક્સાઈટ ખોદકામ કરીને ચોરી કરી જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. સ્થળ પરથી લગભગ 300 ટન જેટલો બોક્સાઈટ કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 3.50 લાખ છે. આ સાથે જ બોક્સાઈટ ચાળવા માટે ઉપયોગમાં લેવાતા લોખંડના ચારણા મળી કુલ રૂ. 3.75 લાખના મુદ્દામાલને કબજે કરી લેવાયો હતો.
ત્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કોઈ શખ્સ સ્થળ પર હાજર ન મળતા, પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ તપાસ માટે LCB ટીમ સાથે ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગે પણ સહકાર આપ્યો છે.