દ્વારકા મિરર ન્યૂઝ
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
    • દેવભૂમિ દ્વારકા
    • જામનગર
    • અમદાવાદ
    • જૂનાગઢ
    • ભાવનગર
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • કચ્છ
    • મહેસાણા
    • પોરબંદર
    • અમરેલી
  • ક્રાઇમ
  • ધર્મ
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • About Us
    • Contact US
    • Terms & Conditions
    • Privacy Policy
દ્વારકા મિરર ન્યૂઝ
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
    • દેવભૂમિ દ્વારકા
    • જામનગર
    • અમદાવાદ
    • જૂનાગઢ
    • ભાવનગર
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • કચ્છ
    • મહેસાણા
    • પોરબંદર
    • અમરેલી
  • ક્રાઇમ
  • ધર્મ
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • About Us
    • Contact US
    • Terms & Conditions
    • Privacy Policy
દ્વારકા મિરર ન્યૂઝ
દ્વારકા મિરર ન્યૂઝ
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
    • દેવભૂમિ દ્વારકા
    • જામનગર
    • અમદાવાદ
    • જૂનાગઢ
    • ભાવનગર
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • કચ્છ
    • મહેસાણા
    • પોરબંદર
    • અમરેલી
  • ક્રાઇમ
  • ધર્મ
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • About Us
    • Contact US
    • Terms & Conditions
    • Privacy Policy

Copyright 2025 - All Right Reserved. Designed

દેવભૂમિ દ્વારકાગુજરાત

ખંભાળીયા પોલીસે જુના આર.ટી.ઓ. સામે રહેણાંક મકાનમાં જુગારખાનાં પર રેઇડ કરી 7 આરોપીઓને પકડી પાડ્યા

by Dwarka Mirror News August 21, 2025
written by Dwarka Mirror News

ખંભાળીયા શહેરના જુના આર.ટી.ઓ. સામે શ્રી હરી ઓટો ગેરેજથી આગળ આવેલ જે.કે.વી. નગર-૦૬ ખાતે રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે સફળ રેઇડ કરી હતી.

🚔 ૦૭ આરોપીઓ રંગેહાથ ઝડપાયા

પોલીસે કુલ ૦૭ આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સાથે જ ગંજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂપિયા ₹૨૫,૭૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

📌 કામગીરીનું નેતૃત્વ

આ રેઇડ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્સ. ભરતભાઇ માલદેભાઇ જમોડ અને પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાને મળેલી ચોક્કસ માહિતી આધારે પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ટી.ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

👥 ઝડપાયેલા આરોપીઓના નામ

૧) મોધીબેન હરજુકભાઇ રૂડાચ (૪૦, ઘરકામ, ખંભાળીયા)
૨) ભારતીબેન શકિતદાન ધારાણી (૩૭, ઘરકામ, ખંભાળીયા)
૩) બુધીબેન રામભાઇ રૂડાચ (૫૦, ઘરકામ, ખંભાળીયા)
૪) રામભાઇ ડાવાભાઇ રુડાય (૩૭, ડ્રાઇવિંગ, જામનગર)
૫) રમેશભાઇ વિરમભાઇ રૂડાચ (૩૮, વેપાર, ખંભાળીયા)
૬) રાયદેભાઇ અરજણભાઇ સોખરા (૪૦, મજૂરી, ખંભાળીયા)
૭) શકિતદાન વાલાભાઇ ધારાણી (૪૧, ખેતીકામ, ખંભાળીયા)

👮 કામગીરીમાં સામેલ પોલીસ સ્ટાફ

  • ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ટી.ડી. ચુડાસમા

  • પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ

  • એ.એસ.આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા

  • પો.હેડ.કોન્સ. ભરતભાઇ માલદેભાઇ જમોડ

  • પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી

  • પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા

  • પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા

  • પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા

  • પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા

  • પો.કોન્સ. શકિતદાન રાયસુરભાઇ રૂડાચ

  • વુમન પો.કોન્સ. નર્મદાબેન દેવજીભાઇ ભાંભી

✅ પોલીસની કડક કાર્યવાહી

ખંભાળીયા પોલીસે જુગારખાનાં પર આ રેઇડ કરી આરોપીઓને પકડી પાડતા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો પાઠવ્યા છે.

August 21, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
ભાણવડમાં પોલીસ દરોડો : સાત બહેનો જુગાર રમતી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકાગુજરાત

ભાણવડમાં પોલીસ દરોડો : તીનપત્તી જુગાર રમતી સાત મહિલાઓ ₹11,550ના મુદામાલ સાથે ઝડપાઈ

by Dwarka Mirror News August 20, 2025
written by Dwarka Mirror News

તા. 19/08/2025 ના રોજ સાંજે લગભગ 07:15 કલાકે ભાણવડ ટાઉનના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં, સોમનાથ મહાદેવના મંદિર નજીક પોલીસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

👮‍♂️ આરોપીઓ

આ દરોડામાં પોલીસે સાત બહેનોને તીનપત્તી જુગાર રમતી હાલતમાં ઝડપી લીધી. ઝડપાયેલા આરોપીઓમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:

  • મનિષાબેન ખીમજીભાઈ ગોરફાડ (ઉ.વ. 49)

  • રેખાબેન કિશોરભાઈ કટેશિયા (ઉ.વ. 35)

  • દેવીબેન રમેશભાઈ ગોરફાડ (ઉ.વ. 50)

  • દક્ષાબેન ભરતભાઈ મેથાણીયા (ઉ.વ. 37)

  • લલીતાબેન દેવાણંદભાઈ પિપરોતર (ઉ.વ. 59)

  • નયનાબેન મયુરભાઈ ગોરફાડ (ઉ.વ. 33)

  • ખેતીજાબેન અકબરભાઈ બાનવા (ઉ.વ. 45)

💰 મુદામાલ કબજે

પોલીસે સ્થળ પરથી ગંજીપતાના પત્તા તેમજ રૂ. 11,550/- રોકડ રકમ કબજે કરી હતી.

⚖️ કાયદાકીય કાર્યવાહી

ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

August 20, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
દ્વારકા LCBની મોટી કાર્યવાહી: મુળવાસર ગામે જુગાર રમતા 9 ઇસમોની ધરપકડ, ₹2.10 લાખથી વધુનો મુદામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકાગુજરાત

દ્વારકા LCBની મોટી કાર્યવાહી: મુળવાસર ગામે જુગાર રમતા 9 ઇસમોની ધરપકડ, ₹2.10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

by Dwarka Mirror News August 19, 2025
written by Dwarka Mirror News

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ગોહિલની આગેવાની હેઠળ PSI બી.એમ. દેવમુરારી, PSI વી.એન. શિંગરખીયા અને PSI એસ.એસ. ચૌહાણની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુળવાસર ગામની બડલ સીમમાં દરોડો

એલ.સી.બી.ના સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. અશ્વિનભાઇ વડારીયા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયા અને પ્રવિણભાઇ માડમને ચોક્કસ બાતમી મળી કે મુળવાસર ગામની બડલ સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાનાં વડે તીનપતી રોન-પોલીસ જુગાર રમાતો હતો. બાતમી આધારે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો.

મુદામાલ જપ્ત

દરોડા દરમ્યાન પોલીસે રૂ. ૫૦,૨૫૦/- રોકડ, ૯ મોબાઇલ ફોન કિંમત રૂ. ૩.૪૦,૫૦૦/- તથા ૫ મોટરસાઇકલ કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૧૦,૭૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ

આ કાર્યવાહીમાં ૯ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સમાવેશ થાય છે:

  • લાલુભા સાજાભા સુમણીયા (રાંગાસર)
  • કરશનભા ખેંગારભા સુમણીયા (કલ્યાણપુર)
  • ડાડુભા પત્રામલભા માણેક (નાના ભાવડા)
  • રાણાભા વેજાભા માણેક (મુળવેલ)
  • કારૂભા મોડભા વાઘા (ધ્રાસણવેલ)
  • સુનીલભા રાયાભા સુમણીયા (નાના ભાવડા)
  • હિતેશ રાજશી માણેક (વસઇ)
  • નાગજણભા રામભા માણેક (કલ્યાણપુર)
  • રામસંગભા પ્રાગજીભા સુમણીયા (ગઢેચી)

આ તમામ આરોપીઓ વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કામગીરી કરનાર ટીમ

આ સફળ કાર્યવાહી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ગોહિલની આગેવાની હેઠળ PSI બી.એમ. દેવમુરારી, PSI વી.એન. શિંગરખીયા, PSI એસ.એસ. ચૌહાણ, ASI અશ્વિનભાઇ વડારીયા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયા, પ્રવિણભાઇ માડમ તથા ગોવિંદભાઇ કરમુર દ્વારા અંજામ આપવામાં આવી હતી.

👉 આ દરોડા બાદ જિલ્લામાં જુગારિયા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 🚔

August 19, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
ગુજરાતજામનગરદેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે જામનગરની મહિલાનું સાડા ત્રણ તોલાનું સોનાનું મંગલસૂત્ર ભીડમાં ચોરી

by Dwarka Mirror News August 19, 2025
written by Dwarka Mirror News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે આવેલા જામનગરના પરીવાર સાથે ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી વિગતો અનુસાર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હિરાભાઈ નકુમ પોતાના પરિવાર સાથે પંદરમી ઓગસ્ટના રોજ સાતમના અવસરે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. દર્શન દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા શખસે તેમની પત્ની જેઠીબેનના ગળામાં પહેરેલ આશરે 70 હજારની કિંમતનું સાડા ત્રણ તોલાનું સોનાનું મંગલસૂત્ર ચોરી કરી લીધું હોવાનું સામે આવ્યું છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે જામનગરની મહિલાનું 70 હજારનું સોનાનું મંગલસૂત્ર ચોરી

પરિવાર દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં મંગલસૂત્ર શોધવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મંગલસૂત્ર ન મળતાં ચોરીની આશંકા વધુ મજબૂત બની. આ ઘટનાની જાણ થતાં મીઠાપુર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી પર્વને લઈને દેવભૂમિના યાત્રાધામોમાં ભારે ભીડ ઉમટી પડે છે. ભીડની આડમાં આવા ઉઠાવગિરાઓ સક્રિય થઈ જતાં હોય છે અને તફડંચીના બનાવો સામે આવતા રહે છે. હાલ પોલીસે સોનાનું મંગલસૂત્ર ચોરનાર શખસને પકડી પાડવા માટે તવાયફ શરૂ કરી છે.

August 19, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેવભૂમિ દ્વારકાગુજરાત

ઓખાના નવિનગરી વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને ઝડપી રૂ. 1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો

by Dwarka Mirror News August 18, 2025
written by Dwarka Mirror News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના નવિનગરી વિસ્તારમાં લગભગ અઠવાડિયા પહેલાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે ચોરીનો આરોપી ઝડપ્યો છે. આરોપી પાસેથી રૂ. 1.71 લાખના મુદામાલ સહિત ચોરાયેલો તમામ સામાન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઘટના વિગત

મળતી માહિતી મુજબ, 9 ઓગષ્ટ 2025ના રોજ પ્રીતીબેન પરેશભાઈ ટીમરાના ઓખાના નવિનગરી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનની બહાર દુકાનના ઓટલા પરથી એક થેલો ચોરાયો હતો. આ થેલામાં અંદાજે બે તોલા સોનાના દાગીના, ઓરીજનલ ડોક્યુમેન્ટ તથા કપડાંનો સામાન ભરેલો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તપાસ અને કાર્યવાહી

ચોરીનો ભેદ ઉકેલવા માટે ઓખા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.જરૂએ સ્ટાફ સાથે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સ્ટાફના આશપાર ગઠવી અને જયેશ ભાટુને બાતમી આધારે બમાશેલ કવાટર પાસે રહેતા લખમણભા સુમણીયાની અટક કરી પૂછપરછ હાથ ધરી. પૂછપરછ દરમ્યાન આરોપીએ ચોરી કર્યાની કબુલાત કરી હતી.

મુદામાલની પુનઃપ્રાપ્તિ

પોલીસે આરોપીના કબજામાંથી બે તોલા સોનાના દાગીના, ઓરીજનલ ડોક્યુમેન્ટ અને કપડાં સહિતનો અંદાજે રૂ. 1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. મહત્વની વાત એ છે કે ચોરી થયેલો તમામ સામાન પોલીસ દ્વારા સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો છે.

આગળની કાર્યવાહી

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે કારણ કે ચોરીના કેસમાં ઝડપથી કાર્યવાહી કરી પોલીસે વિશ્વાસ મજબૂત કર્યો છે.

August 18, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેવભૂમિ દ્વારકાગુજરાત

દેવભૂમિ દ્વારકામાં આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક પીણું વેચતા ત્રણ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

by Dwarka Mirror News August 13, 2025
written by Dwarka Mirror News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સીરપ અને હેન્ડરબ (સેનીટાઇઝર)ની આડમાં નશાયુકત પીણાનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા ત્રણ વ્હાઇટકોલર બુટલેગરો વિરુદ્ધ એલસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પાસા એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓની વોરન્ટ બજાવી તેમને અલગ-અલગ જેલોમાં રવાના કરવામાં આવ્યા.

ગુનાહીત ઇતિહાસના આધારે પાસાની કાર્યવાહી

નશાના ફેલાવાને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આરોપીઓના ગુનાહીત ઇતિહાસની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અસરકારક રીતે પાસાની દરખાસ્ત તૈયાર કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાને મોકલવામાં આવી હતી. કલેક્ટરે ત્વરીત નિર્ણય લઇ અટકાયત વોરંટો ઇશ્યુ કર્યા.

ટીમની કામગીરી અને વોરન્ટ બજવણી

એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની આગેવાની હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે અલગ-અલગ સ્થળેથી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા. લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજાને પાલનપુર જેલ, ચિરાગ લીલાધર થોભાણીને પાલારા ખાસ જેલ અને અકરમ નજીર બાનવાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા.

કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા સંદેશ

રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના ગેરકાયદેસર કારોબારને રોકવા અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા માટેનો દ્રઢ પ્રયાસ છે.

August 13, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
ખંભાળિયા પોલીસે રાવલ પાડામાં વિસ્તારમાં જુગાર રમતા 5 આરોપીઓને રૂપિયા 15,300ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
ગુજરાતદેવભૂમિ દ્વારકા

ખંભાળિયા પોલીસે રાવલ પાડામાં વિસ્તારમાં જુગાર રમતા 5 આરોપીઓને રૂપિયા 15,300 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

by Dwarka Mirror News August 12, 2025
written by Dwarka Mirror News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાવલ પાડામાં જાહેરમાં જુગાર રમતા કુલ ૫ આરોપીઓને પોલીસએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાત્રાળ પ્રોવિઝન સ્ટોર પાસે યોજાયેલી આ રેઇડ દરમ્યાન પોલીસને કુલ ₹15,300 ના મુદામાલ સાથે ગંજીપતાના 52 પાન મળી આવ્યા હતા.

ખંભાળીયા પોલીસે રાવલ પાડામાં જુગાર રમતા ૫ આરોપીઓને ઝડપી પાડ્યા

આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કૉન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પોલીસ હેડ કૉન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને સામતભાઇ પબુભાઇ ગઢવીને મળેલી માહિતી આધારે ખંભાળીયા પોલીસએ તાત્કાલિક રાવલ પાડામાં રેડ પાડી હતી.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. વેરશીભાઇ વિરજીભાઇ ચૌહાણ (ઉંમર 24) – ધંધો: મજૂરી – રહે: જુની કોર્ટ પાસે, રાવલ પાડો, ખંભાળીયા

  2. જયભાઇ અશોકભાઇ પરમાર (ઉંમર 24) – ધંધો: મજૂરી – રહે: જુની કોર્ટ પાસે, રાવલ પાડો, ખંભાળીયા

  3. સુનીલભાઇ મોહનભાઇ રાઠોડ (ઉંમર 25) – ધંધો: મજૂરી – રહે: જુની કોર્ટ પાસે, રાવલ પાડો, ખંભાળીયા

  4. મયુરભાઇ દિપકભાઇ રાઠોડ (ઉંમર 28) – ધંધો: મજૂરી – રહે: જુની કોર્ટ પાસે, રાવલ પાડો, ખંભાળીયા

  5. શાન્તીલાલ સામતભાઇ રાવલીયા (ઉંમર 57) – ધંધો: મજૂરી – રહે: જુની કોર્ટ પાસે, રાવલ પાડો, ખંભાળીયા

મુદામાલનો જપ્તો

  • ગંજીપતાના પાન: કુલ 52

  • રોકડ રકમ: ₹15,300/-

  • કુલ જપ્ત મુદામાલની કિંમત ₹15,300/-

કાર્યવાહી કરનાર પોલીસ સ્ટાફ

  • પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયા

  • એ.એસ.આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.હેડ.કોન્સ. ભારતભાઇ માલદેભાઇ જમોડ (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ)

  • પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા (સર્વેલન્સ સ્ટાફ)

August 12, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

જો હવે યુદ્ધ થાય તો જામનગર રિફાઈનરીને ટાર્ગેટ કરવાની પાક સૈન્ય વડા અસીમ મુનીરની ગંભીર ધમકી

by Dwarka Mirror News August 12, 2025
written by Dwarka Mirror News

અમેરિકી સમર્થન સાથે ભારત વિરુદ્ધ આક્રામક વલણ અપનાવી રહેલા પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એક વાર સ્ફોટક નિવેદન આપીને તંગદિલી ફેલાવી છે. તેમણે ભવિષ્યમાં ગમે ત્યારે ભારત સાથે સૈન્ય સંઘર્ષ થાય તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર સ્થિત રીફાઈનરીને પ્રથમ ટારગેટ બનાવવાનો ઈશારો કર્યો છે. આ રીફાઈનરી વિશ્વની સૌથી મોટી સિંગલ સાઈટ રીફાઈનીંગ કોમ્પ્લેક્સ ધરાવે છે અને ભારતની આર્થિક શક્તિનું પ્રતિક ગણાય છે.

મુનીરે અમેરિકાની મુલાકાત દરમિયાન ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ફોટા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટનો હવાલો આપતા જણાવ્યું કે “આગલી વખત શું કરીશું તે બતાવશું.” આ નિવેદન બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈને જામનગર રીફાઈનરી સહિત પાક સરહદની નજીક આવેલી તમામ સંવેદનશીલ આર્થિક પ્રતિષ્ઠાનોની સુરક્ષાની સમીક્ષા શરૂ કરી દીધી છે.

મુનીર, જે પાકિસ્તાનમાં જેહાદી વલણ ધરાવતા નેતા તરીકે જાણીતા છે, તેઓએ પોતાના નિવેદનમાં કુરાનની સૂરાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની શક્તિ અને ઈરાદાની વાત કરી હતી. જાણકારોનું કહેવું છે કે જામનગરની રીફાઈનરી માત્ર ઔદ્યોગિક સ્થાન જ નહીં પરંતુ ભારતની ઊર્જા સુરક્ષાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યા સંબંધોને ધ્યાનમાં લેતા સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સરહદી વિસ્તારોમાં આવેલા મહત્વપૂર્ણ ઉદ્યોગોની સુરક્ષા વધારવા માટે સતત પગલાં લઈ રહી છે. મુનીરના તાજા નિવેદન પછી આ સાવચેતીના પગલાં વધુ કડક બનવાની શક્યતા છે.

August 12, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
દેવભૂમિ દ્વારકાગુજરાત

દ્વારકા યુનિટી એપાર્ટમેન્ટમાં LCB પોલીસે જુગારખાનું પકડી 6 આરોપી ઝડપાયા, ₹1.53 લાખનો મુદ્દામાલ કબજે

by Dwarka Mirror News August 12, 2025
written by Dwarka Mirror News

દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબુજાનગર સોસાયટી, યુનિટી એપાર્ટમેન્ટ, પહેલો માળ, બ્લોક નં. ૧૦૩માં રહેતા પરબતભાઇ ઉર્ફે નંદો વિક્રમભાઇ કરંગીયા પોતાના માલિકીના ફ્લેટમાં તીનપત્તી જુગાર રમાડે છે. આરોપી પોતાના આર્થિક લાભ માટે બહારથી માણસો ભેગા કરી લાઇટ, પાણી તથા જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, નાલ ઉઘરાવી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર ચલાવતો હતો.

મુદ્દામાલ કબજો

દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા ₹૧,૧૨,૫૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કિંમત ₹૨૦,૫૦૦/-, ગંજીપત્તાના પાના કિંમત ₹૧૦૦/- અને મો.સા. નંગ-૧ કિંમત ₹૩૦,૦૦૦/- મળી કુલ ₹૧,૫૩,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.

પકડાયેલા આરોપીઓ

  1. પરબતભાઇ ઉર્ફે નંદો વિક્રમભાઇ કરંગીયા (ઉ.વ.૩૨, અંબુજાનગર સોસાયટી, દ્વારકા)

  2. નારણભાઇ હરદાસભાઇ ચાવડા (ઉ.વ.૪૫, કોરાડા ગામ, તા. દ્વારકા)

  3. ખીમાણંદભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.૩૦, કોરાડા ગામ, તા. દ્વારકા)

  4. દાનાભાઇ સામતભાઇ ગોજીયા (ઉ.વ.૪૫, કોરાડા ગામ, તા. દ્વારકા)

  5. લખમણભાઇ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.૩૬, ટુપણી ગામ, તા. દ્વારકા)

  6. હેમતભાઇ કારાભાઇ ચાવડા (ઉ.વ.૪૫, ટુપણી ગામ, તા. દ્વારકા)

કાર્યવાહી

પો.સબ.ઇન્સ. વી.એન. શીંગરખીયાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબરી હેઠળ PSI શ્રી બી.એમ. દેવમુરારી, PSI શ્રી વી.એન. શીંગરખીયા, PSI શ્રી એસ.એસ. ચૌહાણ, PSI શ્રી એસ.વી. કાંબલીયા, ASI અરજણભાઇ મારૂ, અશ્વિનભાઇ વડારીયા, HC પીઠાભાઇ ગોજીયા, ગોવિંદભાઇ કરમુર, ટેકનીકલ સેલના HC મુકેશભાઇ કેશરીયા, PC પ્રકાશભાઇ ચાવડા તથા ડ્રાઇવર HC હસમુખભાઇ કટારા દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ હતી. 🚔

August 12, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
પાકિસ્તાન સાથે આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સાથે આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ચેતવણી

by Dwarka Mirror News August 11, 2025
written by Dwarka Mirror News

ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સાથે ટૂંક સમયમાં યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે દેશને ચેતવણી આપતાં કહ્યું કે “આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે, અને આપણે તે મુજબ તૈયારી રાખવી પડશે. આ વખતે આપણે સાથે મળીને આ યુદ્ધ લડવું પડશે.”

જનરલ દ્વિવેદી IIT મદ્રાસ ખાતે ‘અગ્નિશોધ’ – ભારતીય સૈન્ય સંશોધન સેલ (IARC) ના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ફ્રી હેન્ડ આપ્યો હતો. “ઓપરેશનમાં અમે ચેસ રમી રહ્યા હતા. અમને ખબર નહોતી કે દુશ્મનની આગામી ચાલ શું હશે અને અમે શું કરવાના છીએ. તેવી જ રીતે પાકિસ્તાનને પણ આપણી ચાલ ખબર નહોતી,” એમ તેમણે જણાવ્યું.

જનરલ દ્વિવેદીએ આ પરિસ્થિતિને ‘ગ્રે ઝોન’ તરીકે વર્ણવી હતી. તેમણે સમજાવ્યું કે ગ્રે ઝોનનો અર્થ એ છે કે આ પરંપરાગત સૈન્ય કાર્યવાહી નહીં પરંતુ એવી રણનીતિ છે જ્યાં પગલાં અણધાર્યા અને દુશ્મન માટે અજાણી હોય છે.

સેનાના વડાની આ ચેતવણી એ સમયે આવી છે જ્યારે ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો છે અને સરહદે પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

August 11, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Follow Us

Facebook Twitter Instagram Pinterest Youtube

Recent Posts

  • ખંભાળીયા પોલીસે જુના આર.ટી.ઓ. સામે રહેણાંક મકાનમાં જુગારખાનાં પર રેઇડ કરી 7 આરોપીઓને પકડી પાડ્યા

    August 21, 2025
  • ભાણવડમાં પોલીસ દરોડો : તીનપત્તી જુગાર રમતી સાત મહિલાઓ ₹11,550ના મુદામાલ સાથે ઝડપાઈ

    August 20, 2025
  • દ્વારકા LCBની મોટી કાર્યવાહી: મુળવાસર ગામે જુગાર રમતા 9 ઇસમોની ધરપકડ, ₹2.10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

    August 19, 2025
  • દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે જામનગરની મહિલાનું સાડા ત્રણ તોલાનું સોનાનું મંગલસૂત્ર ભીડમાં ચોરી

    August 19, 2025
  • ઓખાના નવિનગરી વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને ઝડપી રૂ. 1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો

    August 18, 2025

Categories

  • અમદાવાદ (9)
  • અમરેલી (1)
  • આંતરરાષ્ટ્રીય (9)
  • કચ્છ (3)
  • ક્રાઇમ (33)
  • ખેડા (1)
  • ગાંધીનગર (1)
  • ગુજરાત (83)
  • જામનગર (13)
  • જૂનાગઢ (1)
  • ટેકનોલોજી (1)
  • દેવભૂમિ દ્વારકા (94)
  • પોરબંદર (3)
  • ભરૂચ (2)
  • ભાવનગર (4)
  • મહેસાણા (1)
  • રાજકોટ (3)
  • રાષ્ટ્રીય (10)
  • વડોદરા (2)
  • વ્યાપાર (3)
  • સુરત (3)
  • હવામાન (4)
  • હેલ્થ (1)
Subscribe Youtube
    • Contact Us
    • Privacy Policy
    • Terms
    • આંતરરાષ્ટ્રીય
    • રાષ્ટ્રીય
    • ગુજરાત
    • ક્રાઇમ
    • ધર્મ
    • વ્યાપાર
    • દેવભૂમિ દ્વારકા
    • પોરબંદર
    • જામનગર
    • અમદાવાદ
    • જૂનાગઢ
    • ભાવનગર
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
Follow

Copyright 2025 – Dwarka Mirror News – Designed by Velnath Web.

Envelope
દ્વારકા મિરર ન્યૂઝ
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
    • દેવભૂમિ દ્વારકા
    • જામનગર
    • અમદાવાદ
    • જૂનાગઢ
    • ભાવનગર
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • કચ્છ
    • મહેસાણા
    • પોરબંદર
    • અમરેલી
  • ક્રાઇમ
  • ધર્મ
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • About Us
    • Contact US
    • Terms & Conditions
    • Privacy Policy