ગુજરાતના વિવિધ ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝન દરમિયાન એક અઠવાડિયાથી વરસાદનો અભાવ જોવા મળ્યો છે. ખેડૂતોએ વાવેતર પહેલા સારા વરસાદથી આશા ઉભી કરી હતી, પરંતુ હવે વરસાદ ખેંચાતા મગફળી, કપાસ અને ડુંગળી જેવા મુખ્ય પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
સૌરાષ્ટ્રમાં નોંધાયો સૌથી ઓછો વરસાદ
આ સિઝનમાં સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે અનેક તાલુકાઓના ખેડૂતો ચિંતામાં છે. ખેતરો સુકાઈ રહ્યાં છે અને પાકના પુર્ણ વિકાસમાં વિઘ્ન ઊભું થયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાહતભરી આગાહી
આટલી બધી નિરાશાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસાની સિસ્ટમ ફરીથી સક્રિય થશે અને 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ વિકસશે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં મોસળધાર વરસાદની શક્યતા
આ સિસ્ટમના કારણે વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, મહુવા અને ઊનામાં સારેથી ભારે વરસાદ પડી શકે છે.
અરબ સાગરમાં પણ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
પટેલે જણાવ્યું હતું કે અરબ સાગરમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
છેલ્લા અઠવાડિયા સુધી ઝાપટાં પડશે, ત્યારબાદ ભારે વરસાદ
6 થી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે, જ્યારે 19થી 22 ઓગસ્ટ દરમિયાન વિસ્ફોટક વરસાદની આગાહી છે.
ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચન
અંબાલાલ પટેલે કહ્યું કે 17 ઓગસ્ટ પછી પડતો વરસાદ કૃષિ પાક માટે લાભદાયક ગણાય છે. જ્યારે 30 ઓગસ્ટ પછીના વરસાદથી પાકને નુકસાન પહોંચાડી શકે છે.
નદીમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે
આગાહી અનુસાર ઓગસ્ટના અંતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે, જેને લઈ સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવાની જરૂર છે. ગુજરાતના ખેડૂતો માટે આજની આગાહી આશાનો કિરણ છે. જો આગાહી મુજબ વરસાદ થાય છે તો તે ખેડૂતોના પાકને બચાવશે અને ચોમાસા માટે નવી આશા આપશે.