રાજ્યમાં ઘણી જગ્યાએ ખેતીકારો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહીને લઇને ખેડૂતોમાં આશા જાગી છે. તેમણે જણાવ્યું છે કે 15 ઑગસ્ટથી ચોમાસું સમગ્ર ભારતમાં ફરીથી સક્રિય થવાનું છે. ચોમાસું સક્રિય થતા દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબ સાગર ઉપર બનેલી સિસ્ટમ 19 થી 22 ઑગસ્ટ દરમિયાન દક્ષિણ સોરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ દરમિયાન ભાવનગર, મહુવા, ઊના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
15 ઓગસ્ટથી ચોમાસું થશે સક્રિય, ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી
તેમણે ઉમેર્યું કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જે ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ, 17 ઑગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ ઊભી થશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે અને તેની અસરથી 20 ઑગસ્ટથી ભારે વરસાદનું આગમન થશે.
ગુજરાતના દક્ષિણ ભાગો – સુરત, નવસારી, ડાંગ, વલસાડ, આહવા અને વડોદરા સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સાપુતારા, ભરૂચ, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદ વધુ અસરકારક બની શકે છે.
15 ઓગસ્ટથી ચોમાસું સક્રિય થશે, 19થી 22 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા – અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે પણ 5 ઑગસ્ટથી 8 ઑગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અનેValsad જેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા જણાવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 ઑગસ્ટ પછી થતો વરસાદ ખેતી માટે લાભદાયી ગણાય છે, પણ 30 ઑગસ્ટ પછીનો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. જેથી ખેડૂતોએ સંભાળપૂર્વક પગલાં લેવાની અપીલ પણ તેમણે કરી છે.