સાયબર ક્રાઇમ: અમદાવાદ પોલીસે 13 ભારતીય અને 4 તાઈવાની આરોપીઓની ધરપકડ કરી


સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગના 13 ભારતીય અને 4 તાઈવાની આરોપીની ધરપકડ કરી છે. તાઈવાનના 4 નાગરિકો જ સમગ્ર કાંડના માસ્ટર માઇન્ડ છે. આ આરોપીઓ તાઈવાનમાં બેઠાં-બેઠાં OTP વિના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓ પાસેથી એક PPT પણ મળી આવી છે, જેમાં કેવી રીતે કામ કરવું તેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. આરોપીની વાત સમજવા તથા પૂછપરછ દરમિયાન જવાબ મેળવવા તાઈવાની ભાષા સમજી શકે તેવા એક ટ્રાન્સલેટરને રાખવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમે એક ગેંગ જ ઝડપી છે, પરંતુ સાઉથ એશિયાના દેશમાં આવી 50થી વધુ ગેંગ સક્રિય છે. જે અલગ અલગ સાયબર ક્રાઈમને અંજામ આપી રહી છે. આ કામગીરી બદલ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગતરોજ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયા સહિતની ટીમને સન્માન કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

તાઈવાનીઓની ધરપકડ કરવી પોલીસ માટે મુશ્કેલ હતું
અમદાવાદના એક સિનિયર સિટિઝન સાથે ડિજિટલ એરેસ્ટના નામે 80 લાખની છેતરપિંડી થઈ હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હતી. આ ગુનામાં સાયબર ક્રાઈમે સૌપ્રથમ ટેક્નિકલ એનાલિસિસના આધારે ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યમાંથી કુલ 13 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ તથા કોમ્યુનિકેશન કરતા પ્લેટફોર્મના આધારે પોલીસ તાઈવાની આરોપીઓ સુધી પહોંચી હતી. પરંતુ પોલીસ માટે તાઈવાની આરોપીઓની ધરપકડ કરવા જવું મુશ્કેલ હતું, ત્યારે પોલીસને જાણ થઈ હતી કે, તાઈવાનમાંથી સમગ્ર રેકેટ ચલાવતા ચાર આરોપીઓ ઇન્ડિયા આવવાના છે, જેની પોલીસ રાહ જોઈ રહી હતી. જ્યારે તાઈવાનથી બે આરોપી દિલ્હી અને બે આરોપી બેંગ્લોર આવ્યા ત્યારે પોલીસે એક સાથે ચારેય આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું:ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન

વિદેશી લેપટોપ ચાલુ કરતાની સાથે જ પોલીસ ખાબકી
આરોપીઓ પાસેથી પુરાવા મેળવવા જરૂરી હોવાથી પોલીસ દ્વારા દિલ્હીની તાજ હોટલમાં આરોપી જ્યાં સુધી લેપટોપ ચાલુ ના કરે ત્યાં સુધી પોલીસની શંકા ન જાય તે પ્રકારે આરોપીથી દૂર હતી. જેવું આરોપીઓએ લેપટોપ ચાલુ કર્યું કે તરત જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપી અહીંયાં બિઝનેસનાં કામથી આવ્યો હોવાનું રટણ કરતો હતો. આરોપી વિદેશી હોવાથી પોલીસે પણ ખૂબ જ તકેદારીપૂર્વક આરોપીને વિશ્વાસમાં લઇને ધરપકડ કરી હતી.

તાઈવાની આરોપીએ ખાસ પીપીટી તૈયાર કરી હતી
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, તાઇવાનના આરોપીઓએ એક પીપીટી તૈયાર કરી હતી. આ પીપીટીમાં ઇન્ડિયામાં કેવી રીતે એજન્ટ બનાવવા, એજન્ટ પાસેથી સિમકાર્ડ, બેંક એકાઉન્ટ તથા ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા કન્વર્ટ કરવા સુધીની રૂપરેખા હતી. જેના આધારે તેઓ સતત ઇન્ડિયામાં લોકોને છેતરીને પૈસા પડાવવાનું કામ કરી રહ્યા હતા.

આરોપીઓ એપ્લિકેશનનું નામ પણ બદલી નાખતા
આરોપીઓને પોતાનો સેટઅપ પકડાવાનો તથા ઇન્ડિયન નાગરિકો ઉપર ભરોસો ન આવવાથી તેમણે તાઈવાનથી સમગ્ર રેકેટ ઓપરેટ કરવાનું શરૂ કર્યું હતું. એન્ડ્રોઇડ મોબાઇલને રૂટ કરીને તેમાં એક એપ્લિકેશન નાખવામાં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા બેંક એકાઉન્ટમાંથી ઓટીપી વગર જ પૈસા ઊપડી જતા હતા. અને આ પૈસા આરોપીઓ જ ટ્રાન્સફર કરી રહ્યા હતા. એટલે કે, આ એપ્લિકેશન મોબાઈલમાં નાખવાથી જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય તે વ્યક્તિના મોબાઇલમાં OTP આવ્યા વગર જ અને તે વ્યક્તિની જાણ બહાર જ આરોપીઓ પૈસા ઉઠાવી લેતા હતા. જોકે, આરોપીઓ એપ્લિકેશનનું નામ પણ બદલતા રહેતા હતા.

સાઉથ એશિયાના દેશોમાં 50થી વધુ ગેંગ સક્રિય
અમદાવાદ સાઇબર ક્રાઇમે અત્યારે તો માત્ર એક જ ગેંગની ધરપકડ કરી છે. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સાઉથ એશિયાના દેશોમાં આવી 50થી વધારે ગેંગ સક્રિય છે. જે આ રીતે અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઇમ દ્વારા લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવી રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ સિવાય ગેમિંગ અને ઇન્વેસ્ટમેનટના બહાને પણ આરોપીઓ છેતરપિંડી કરી રહ્યા હતા.

આ પણ વાંચો :  યુપીના બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન હંગામો: એક વ્યક્તિનું મોત અને અનેક ઘાયલ

ભારતીય નાગરિકોને નોકરીના બહાને બોલાવતા હતા
આરોપીઓને સમગ્ર કૌભાંડમાં ઇન્ડિયન નાગરિકોની પણ જરૂર હતી, જેથી ઇન્ડિયામાં કેટલીક જગ્યાએ કોલ સેન્ટર ચાલુ કરીને ત્યાં ઇન્ડિયન નાગરિકો આરોપીનો સાથ આપતા હતા. તો કેટલાક ઇન્ડિયન નાગરિકોને આરોપીઓ સાઉથ એશિયન દેશોમાં પણ નોકરીના બહાને બોલાવતા હતા. જ્યારે નાગરિકો ત્યાં પહોંચે ત્યારે કેટલાક નાગરિકો આ કામ કરવા માટે સ્વેછાએ તૈયાર થતા હતા તો કેટલાક નાગરિકો તૈયાર ના થાય તેમને ગોંધી રાખવામાં આવતા હતા અને બળજબરીપૂર્વક તેમની પાસેથી આ પ્રકારનું કામ કરાવવામાં આવતું હતું. મળતી માહિતી મુજબ, જો કોઈ નાગરિક આ કામ કરવા તૈયાર ન થાય તો તેને અન્યને પણ વેચી દેવામાં આવતા હતા.

Haresh Dodvadiya

Related Posts

અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

કોરોના બાદ ઓનલાઇન સ્કૂલ થઇ જતા બાળકોમાં ફોન-આઇપેડ વાપરવાનું ચલણ વધ્યું હતું. ત્યારે હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના માનસ પર પડતી…

ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાને પ્રવાસનના ક્ષેત્રે નવો આકર્ષણ મળ્યું છે – બરડા જંગલ સફારી! 🐆🌳 રાજ્યના વન અને પ્રવાસન રાજયમંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી ધનતેરસથી શરૂ થયેલી આ સફારીનો 700થી વધુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

અમદાવાદ: 6 વર્ષિય બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંઃ 14 વર્ષિય સગીરે વીડિયો ઉતાર્યો

ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

ભાણવડમાં બરડા જંગલ સફારીની સફળ શરૂઆત

અમદાવાદ: બોપલ MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો

અમદાવાદ: બોપલ MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો

ખંભાળિયાથી પકડાયા વિદેશી દારૂ સાથે ચાર શખ્સ, મોટા મકાન સોદાનો ભેદ ખુલ્યો

ખંભાળિયાથી પકડાયા વિદેશી દારૂ સાથે ચાર શખ્સ, મોટા મકાન સોદાનો ભેદ ખુલ્યો

દેવભૂમિ દ્વારકામાં બોક્સાઈટ ચોરીનો પર્દાફાશ, રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે

દેવભૂમિ દ્વારકામાં બોક્સાઈટ ચોરીનો પર્દાફાશ, રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં શંકાસ્પદ નશામાં ડ્રાઇવરે નવ વાહનોને ટક્કર મારી, પાંચને ઇજા

રાજકોટમાં શંકાસ્પદ નશામાં ડ્રાઇવરે નવ વાહનોને ટક્કર મારી, પાંચને ઇજા