કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનો માદક પાદર્થ ઝડપાયો પૂર્વ કચ્છ પોલીસે માદક પાદર્થનો આ જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી.
કચ્છના પશ્ચિમી સરહદે આવેલા અરબ સાગરના તટેથી જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની દરિયાઈ ઓફ સિઝન દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી ભારે ભરતીમાં માદક પદાર્થના પેકેટો બિનવારસી હાલતમાં તણાઈ આવતા હોવાના બનાવો નોંધાઈ ચુક્યા છે.
અલબત્ત હવે પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી રૂ. 120 કરોડની કિંમતના 12 કિલો ડ્રગના પેકેટ પોલીસને હાથ લાગ્યા છે.
પેકેટમાં રહેલા પદાર્થના પ્રકારની ખરાઈ માટેની પ્રક્રિયા પોલીસે હાથ ધરી હોવાનું પોલીસવડા સાગર બગમારે જણાવ્યું હતું.
આ અંગે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાંરનો સંપર્ક સાધતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગત રાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને 12 કિલોના દ્રગના જથ્થાને હસ્તગત કર્યો હતો.
હાલ આ જથ્થાની કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. વધુ ખરાઈ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલાવની કામગીરી પોલીસે હાથ ધરી છે.
અલબત્ત આટલી મોટી માત્રામાં એકજ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટો થી અલગ તરી આવતા માદક પદાર્થના પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા, કેટલા સમયથી પડતર છે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહ્યાનું જાણવા મળ્યું હતું.
જોકે કચ્છના ખાડી વિસ્તારમાંથી મળેલા દ્રગના પેકેટથી નશાખોરી સાથે કચ્છનું ઊંડું કનેકશન હોવાનું જણાય આવે છે. બ્લેક કલરના 10 પેકેટ ઉપર અંગ્રેજીમાં BLOW UP લખેલું છે.