View this post on Instagram
ખંભાળિયા-પોરબંદર રોડ પર આવેલ કેનેડી (ખામનાથ) પુલ તાત્કાલિક ફરીથી ખુલ્લો કરવા માટે સ્થાનિક રહિશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. પુલ બંધ હોવાથી આસપાસના લોકો અને ધંધાદારીઓને 10 થી 15 કિ.મી. લાંબી આસપાસની સફર કરવાની જરૂર પડે છે, જેને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને ખંભાળિયા શહેરમાં અવરજવર કરવા માટે કણઝાર ચોકડી અને ભાણવડના પાટીયાથી થઈને રામનાથ મંદિરની આસપાસના રસ્તાઓથી મુસાફરી કરવી પડે છે. 700 થી 800 જેટલા લોકો, જેમાં વેપારીઓ, રહીશો, માલધારીઓ, અને વિદ્યાર્થીઓ સામેલ છે, પુલ બંધ હોવાના કારણે અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત, તબીબી ઇમરજન્સી દરમિયાન પેશન્ટોને બીજા રસ્તા પર ટ્રાફિક અને રેલવે ફાટકના કારણે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ વિસ્તારના બાળકોને શાળાએ અને ટયુશનમાં જવા-માટે 10 થી 15 કિ.મી.નો લંબાઈયુક્ત રસ્તો પસાર કરવો પડે છે, જે સમયનો વ્યય કરે છે. હાઈવે પર વધારે વાહન વ્યવહાર અને અવારનવાર ટ્રાફિક જામના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે.
મોટાભાગે પુરુષો કામ માટે બહાર હોય છે, અને બાળકોને સ્કૂલ, ટયુશનમાં મુકવા માટે મહિલાઓ મોપેડ કે એક્ટિવા લઈને હાઈવે પર જવા મજબુર છે, જ્યાં અકસ્માતની સંભાવનાઓ વધારે છે. આથી, તાત્કાલિક પુલ ફરીથી શરૂ કરવા અને ટુ-વ્હીલર્સ માટે પુલનો રસ્તો ખુલ્લો કરવા રજુઆત કરવામાં આવી છે.