View this post on Instagram
ફ્લિપકાર્ટ જેવી 19 નકલી વેબસાઇટ્સથી રૂ. 50 કરોડની છેતરપિંડી: 8 લેપટોપ, 2 કમ્પ્યુટર અને 101 સિમ કાર્ડ જપ્ત; ગેંગના 6 આરોપીઓની ધરપકડ
સુરતની સરથાણા પોલીસે 6 લોકોની ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જેણે નકલી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવીને અને સોશિયલ મીડિયા પર ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપીને 50 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.
ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ ડિલિવરી કરવામાં આવી ન હતી. પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને ગેંગના છ સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. ટોળકી પાસેથી 8 લેપટોપ, 137 એટીએમ કાર્ડ સહિત ઘણા દસ્તાવેજો અને ટેકનિકલ સાધનો મળી આવ્યા છે.